---Advertisement---

ગુજરાતમાં મેઘો ‘ભુક્કા કાઢશે’, ૩ સિસ્ટમ સક્રિય થતાં 8 જિલ્લામાં RED ALERT

ગુજરાતમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદ (Rain)ની આગાહી! ૩ સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર.

July 29, 2026 10:23 PM
Gujarat Rain News
---Advertisement---

Gujarat Rain Forecast: ગુજરાતમાં ચોમાસાનો વધુ એક તોફાની અને જોરદાર રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ 30 જુલાઈથી આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ભુક્કા કાઢી નાખે તેવો અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. એકસાથે 3 હવામાન સિસ્ટમ (ડીપ ડિપ્રેશન, મોનસુન ટ્રફ અને શીયર ઝોન) સક્રિય થતાં વહીવટી તંત્ર પણ પૂરેપૂરું એલર્ટ થઈ ગયું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ધનુ રાશિ અને જળદાયક નક્ષત્રમાં ગ્રહોની સ્થિતિ હોવાથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

કઈ તારીખે ક્યાં પડશે ભારે વરસાદ(Rain)? 

29 અને 30 જુલાઈ: પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી. 31 જુલાઈ (રેડ એલર્ટ): અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર કરાયું છે. જ્યારે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ઓરેન્જ એલર્ટ રહેશે. 1 ઓગસ્ટ (ઓરેન્જ એલર્ટ): અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં નારંગી ચેતવણી (Orange Alert) સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના.

‘વેધર વૉચ ગ્રુપ’ની બેઠકમાં મોટા નિર્ણયો

રાજ્યમાં વરસાદી ઈમરજન્સી અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓ માટે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ‘વેધર વૉચ ગ્રુપ’ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

બેઠકના મુખ્ય આદેશો અને નિર્ણયો

કાચા મકાનો, ઝૂંપડપટ્ટી અને મજૂર વર્ગ વધુ પ્રભાવિત થતો હોવાથી દરેક ચેતવણી છેવાડાના માનવી સુધી સમયસર પહોંચાડવા તાકીદ કરાઈ. ભારે પવન અને વરસાદથી થતાં અકસ્માત રોકવા મહાનગરપાલિકાઓ અને માર્ગ-મકાન વિભાગને જર્જરિત સ્ટ્રક્ચર્સ તાત્કાલિક હટાવવા સૂચના આપી. તમામ કલેક્ટરો, NDRF, SDRF, આર્મી અને કોસ્ટગાર્ડની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

53,600થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળાંતર

રાહત કમિશનરે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં (વલસાડ, નવસારી વગેરે) પડેલા ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ પહેલાં જ 53,600થી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે પૂરના પાણીમાં ફસાયેલા 9600થી વધુ લોકોને રેસ્ક્યૂ કરી ઉગારી લેવામાં આવ્યા છે.


આ પણ વાંચો : હવે સ્કૂલે વાહન લઈને જતાં વિદ્યાર્થીઓ સાવધાન! DEOએ જાહેર કર્યો નવો નિયમ

Join WhatsApp

Join Now

Leave a Comment