---Advertisement---

Kitchen Hacks: એકવાર અપનાવો આ ટીપ્સ, રસોડામાં કોકરોચ ફરી નહીં આવે!

ચોમાસામાં વાતાવરણમાં ભેજ અને અંધારાના કારણે રસોડામાં વંદા (કોકરોચ) નો ઉપદ્રવ વધી જાય છે. રાત્રે સિંકમાં રાખેલા જૂઠા વાસણો, ખોરાકની ગંધ અને પાણીનું લીકેજ કોકરોચને વધુ આકર્ષે છે, જે બીમારીઓનું કારણ બને છે. આ સમસ્યાથી બચવા માટે રાત્રે રસોડું અને સિંક સાફ-સુકું રાખવું તેમજ બોરિક પાવડર, ખાંડ, તેજપત્તા અને બેકિંગ

July 29, 2026 11:48 PM
Cockroach Control Tips
---Advertisement---

Kitchen Hacks for Cockroaches: ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી અને ભેજના કારણે ઘરમાં જીવાત અને મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. ખાસ કરીને રાત્રિના સમયે જ્યારે રસોડાની લાઇટ બંધ થાય છે, ત્યારે વંદા (કોકરોચ) નો ઉપદ્રવ સૌથી વધુ જોવા મળે છે. સિંકની નીચે, ગેસ સ્ટવની પાછળ કે કબાટની તિરાડોમાં છુપાયેલા કોકરોચ રાત્રે ખોરાક અને પાણીની શોધમાં બહાર આવે છે, જે પરિવારના સભ્યો માટે ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.

રાત્રે રસોડામાં કેમ આવે છે Cockroaches?

અંધારું અને શાંત વાતાવરણ કોકરોચને વધુ પસંદ હોય છે, કારણ કે તેમને તેજસ્વી પ્રકાશ ગમતો નથી; તેથી તેઓ દિવસ દરમિયાન અંધારી તિરાડો અને પાઇપલાઇનની આસપાસ છુપાયેલા રહે છે અને રાત્રે બહાર આવે છે. રાત્રે સિંકમાં ધોયા વગર મૂકેલા વાસણો, ખુલ્લો ખોરાક, ઢોળાયેલો કચરો અને ડસ્ટબિનની જૂઠા વાસણો તથા ખોરાકની ગંધ વંદાઓને સૌથી વધુ આકર્ષે છે. આ ઉપરાંત, સિંકની પાઇપમાંથી થતું પાણીનું લીકેજ કે રસોડાનો ભેજ તેમને રહેવા અને સંવર્ધન કરવા માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે.

Cockroach Control Tips

કોકરોચ ભગાડવાના સ્માર્ટ અને દેશી ઉપાયો

બોરિક પાવડર અને ખાંડ: બોરિક પાવડર અને થોડી ખાંડ મિક્સ કરીને રસોડાના ખૂણાઓ, સિંક નીચે અને કબાટની પાછળ છાંટી દો. ખાંડથી આકર્ષાઈને વંદા આવશે અને બોરિક પાવડરથી નાશ પામશે.

તેજપત્તા (તજપત્ર) નો ઉપયોગ: તેજપત્તાનો પાવડર અથવા તેના ટુકડા વંદાઓ વધારે આવતા હોય ત્યાં મૂકી દો. તેની તીવ્ર ગંધથી કોકરોચ ભાગી જાય છે.

રાત્રે સિંક સાફ અને સુકું રાખવું: રાત્રે રસોડું છોડતા પહેલા તમામ વાસણો ધોઈ નાખો અને સિંકને બિલકુલ સુકું કરી દો. સિંકના ડ્રેઇન હોલ પર ઢાંકણ ઢાંકી દો.

બેકિંગ સોડા અને લીંબુ: સિંકની પાઇપલાઇનમાં બેકિંગ સોડા અને ગરમ પાણી નાખવાથી પાઇપમાંથી આવતા કોકરોચ અટકી જશે.


આ પણ વાંચો : ગુજરાતમાં મેઘો ‘ભુક્કા કાઢશે’, ૩ સિસ્ટમ સક્રિય થતાં 8 જિલ્લામાં RED ALERT

Join WhatsApp

Join Now

Related Stories

Leave a Comment